ભરૂચ: આમોદ નગરપાલિકાના સકાઈ કામદારોના પ્રતિક ઉપવાસ,સફાઈની કામગીરીથી અળગા રહેવાની ચીમકી

આમોદ નગર સેવા સદનના સફાઈ કામદારો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ: આમોદ નગરપાલિકાના સકાઈ કામદારોના પ્રતિક ઉપવાસ,સફાઈની કામગીરીથી અળગા રહેવાની ચીમકી

આમોદ નગર સેવા સદનના સફાઈ કામદારો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કામદારોના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કામદારો દ્વારા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોનું પ્રાદેશિક નિયામક કચેરી સુરત દ્વારા નિરાકરણ નહીં આવતાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓએ પાલિકા કચેરી સામે જ પ્રતીક ઉપવાસ ઉપર બેસી ધરણા શરૂ કર્યા છે.તેમજ પ્રાદેશિક નિયામક કચેરી સુરત તરફથી યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે તો અચોક્કસ મુદત સુધી સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોની માંગણી છે કે નિયમિત પગાર કરવામાં આવે માસિક પગારથી કપાત થયેલ પી.એફ.ના નાણાં જમા કરવામાં આવે.૨૦૧૧ થી લઈ ૨૦૨૨ સુધીનું એક પણ સફાઈ કર્મચારીનું ઇ.પી.એફ.ક્લિયર કરેલ નથી.પી.એફ.ના કરોડો રૂપિયાનો હિસાબ સફાઈ કામદારોને મળતો નથી.આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓ ઉપર જોહુકમી કરી ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે

Latest Stories