/connect-gujarat/media/post_banners/1b69a1dc809bc51e114dfef0b3d4bb99afd429a9634df7fa4d158d13f0b4de1a.webp)
ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઈજા પામેલ પશુ-પક્ષીઓને સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર વન વિભાગ દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવ્યો છે.વનવિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વદરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલ પક્ષીઓનેત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે.ત્યારે જિલ્લાના નાગરિકોને પણ તેમની આસપાસ કોઇ ઘાયલ પશુ કે પક્ષી દેખાઇ તો હેલ્પલાઇન પર જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા પશુઓની સારવાર માટે વિવિધ સ્થળોએ ટીમો પણ મુકવામાં આવશે