Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તલાટી કમ મંત્રી મંડળની હડતાળ યથાવત, નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંડળની બેઠક મળી...

જિલ્લામાં તાલુકા કક્ષાએ તલાટી કમ મંત્રી મંડળો પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે

X

ભરૂચ જિલ્લામાં તાલુકા કક્ષાએ તલાટી કમ મંત્રી મંડળો પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આ હડતાળના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની નંદેલાવ ગ્રામ પંચાયતના હોલ ખાતે બેઠક મળી હતી. જેમાં વર્ષ 2004 અને 05ની નોકરીને સળંગ ગણવા સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ તલાટી કમ મંત્રી મંડળ આખરે આંદોલનના માર્ગે પહોંચ્યું છે, ત્યારે હજુ સુધી રાજય સરકાર દ્વારા તલાટી મંડળની માંગણીઓ સંતોષાય નથી. જેના પગલે આગામી દિવસોમાં કેવા અને કયા પ્રકારના આંદોલન કરવાના તે અંગે નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ તલાટી મંડળની બેઠક દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આગામી દિવસોમાં તલાટી કમ મંત્રી મંડળની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story