Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચાર વર્ષથી પડતર માંગણીઓ નહિ પુર્ણ થતાં તલાટી મંડળ આંદોલનના માર્ગે

2018માં તલાટી મંડળે કર્યું હતું આંદોલન, આજદિન સુધી કોઇ નિવેડો આવ્યો નથી.

X

રાજયમાં વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં તલાટીઓએ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભરૂચમાં તલાટીઓએ કલેકટર કચેરી ખાતે એકત્ર થઇ નારેબાજી કરી આવેદનપત્ર આપ્યું હતું.

રાજયની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી રહેલાં તલાટીઓએ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં 2018ની સાલમાં આંદોલનના મંડાણ કર્યા હતાં. પણ જે તે સમયે સરકારે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. આ ઘટનાને 4 વર્ષ વીતી ગયાં હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહિ કરતાં ફરી આંદોલનનો સળવળાટ જોવા મળી રહયો છે. તલાટીઓની માંગણીની વાત કરવામાં આવે તો 2004 થી 2005ના વર્ષમાં ભરતી થયેલા તલાટીઓની નોકરીની સમયગાળો સળંગ ગણાવો, પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવો, તલાટીઓ ને પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવો, રેવન્યુ તલાટી જેટલો ગ્રેડ પે રેગ્યુલર તલાટીને આપવામાં આવે તે છે.

ભરૂચ જિલ્લા તલાટી મંડળે કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાજયભરના તલાટીઓ 17 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી તેઓ નોકરી પર જશે અને ત્યાર બાદ 27મી તારીખે પેન ડાઉન આંદોલન, અને એક ઓકટોબરે માસ CL મુકી ધરણા કરવામાં આવશે તેમ આવેદનપત્રમાં જણાવાયું છે.

Next Story