/connect-gujarat/media/post_banners/b271b40b9e888604bdc6a671f6dc7c1b4ad80d146db6eb46dd3b32fc7f7153c6.jpg)
રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા બોરભાઠા પ્રાથમિક શાળા અંકલેશ્વરના સહયોગથી પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નાટક નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી 7 થી 13 વર્ષની વય જૂથના બાળકોએ ચિત્રકળા નિબંધ સમુહ ગીત લગ્ન ગીત લોક નૃત્ય નાટક જેવી વિવિધ સ્પર્ધામાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.બાલ પ્રતિભા સ્પર્ધાની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલદાર કે એમ રાજપૂત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી મીતાબેન ગવલી,જિલ્લા યુવા વિકાસ અધિકારી સ્વાતિ ભોંય સઆચાર્ય કિરણ પટેલ હાજર રહ્યા હતા