/connect-gujarat/media/post_banners/4df2fc24bda65e6ce0d72d3f069b23974f1aa3e1bd1da90242b665ec7cfb2d8d.jpg)
ભરૂચની જંબુસર તાલુકા પંચાયત માં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કળશને એકત્રિત કરવામાં આવ્યા હતા
દેશ ભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી.જેને પગલે ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે કળશ લઈ જઈ માટી એકત્ર કરવામાં આવી હતી.જેના ભાગરૂપે જંબુસર તાલુકા પંચાયત હોલમાં 82 ગામની કુલ 70 ગ્રામ પંચાયતમાંથી સરપંચ અને અગ્રણીઓ કળશ લઈ આવી પહોંચ્યા હતા.જંબુસર તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં અમૃત કળશ આપવામાં આવ્યા હતા.તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે તાલુકામાંથી આવેલ થોડી થોડી માટી લઈ તાલુકાના અમૃત કળશમાં નાંખી વધામણા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી , તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ રેખાબેન,મહામંત્રી બળવંત ભાઈ, સહિત ગ્રામ્ય વિસ્તારના સરપંચો,તલાટીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.