Connect Gujarat
ભરૂચ

ભરૂચ:આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ

ભરૂચના આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ હતું.

X

ભરૂચના આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ હતું.

ભરૂચના આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીને સંબોધી તેમના પ્રતિનિધિ તરીકે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રોનક પટેલ તેમજ તાલુકા ભાજપના મહામંત્રી તેમજ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં શિક્ષકોને થયેલા અન્યાય બદલ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ૧૬/૯/૨૦૨૨ ના રોજ સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના,૧૦ ટકા સીપીએફ કપાત સામે ૧૪ સીપીએફ, ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના શિક્ષકોને કોમ્પ્યુટર પરીક્ષામાંથી મુક્તિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ શિક્ષકોએ આવેદનપત્ર આપ્યા બાદ સરકારને ચીમકી પણ આપી હતી કે અમારા સમાધાન થયેલા પ્રશ્નોનું અમલીકરણ નહીં થાય તો ૧૬/૯/૨૦૨૩ ના સાંજે ૬ થી ૭ દરમિયાન તાલુકા કક્ષાએ દીવા અને મીણબત્તી પ્રગટાવી અને થાળીઓ વગાડી સરકારને જગાડવાનાં કાર્યક્રમ આપવામાં આવશે.આવેદનપત્ર આપતી વખતે શિક્ષક સંઘના પ્રમુખ દશરથ ચૌધરી, મહામંત્રી ઇલ્યાસ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.

Next Story