/connect-gujarat/media/post_banners/55dd3c4f9a23d1354d4b0b0d299832502c78f1cef64a00b7920086ef7fe1f7b6.webp)
ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પોકસોના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્ય પ્રદેશના અને રોજગારી માટે ભરૂચ જિલ્લાના જંબુસરમાં ઇંટોની ભઠ્ઠીમાં મજૂરી કરવા આવેલા યુવક સુરેશ નાનુરામને તેના જ ગામની સગીરા સાથે પ્રેમસંબંધ થતા ડાભા ગામેથી તેના મિત્ર કરણ સિંહ ગોપાલ દાગોડેની મદદે સગીરાને તા. ૧/૩/૨૦૧૫ના રોજ ભગાડીને લઈ ગયાની ફરિયાદ સગીરના પિતાએ વેડચ પોલીસ મથકે નોંધાવી હતી. જેના આધારે પોલીસે ૧૯/૨૦૧૫ પોકસો એક્ટ ૩૬૬,૧૧૪,૩૬૩ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના PI એન.એસ.વસાવાની ટીમના એએસઆઇ કનકસિંહ ગઢવીને બાતમી મળી હતી કે, આરોપી ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવવાનો હોઈ જેથી વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. જેમાં આગળની વધુ તપાસ અર્થે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર જંબુસરને કેસ સોંપવામાં આવ્યો છે. જિલ્લામાં પોકસો એક્ટ અને અપહરણના ગુનાના આરોપીને શોધવાનું કામ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ ટીમે 35થી વધુ ગુનાઓનો ભેદ અલગ અલગ રાજ્યોમાંથી ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.