Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા મળી…

ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના સભાખંડ ખાતે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવામાં આવી હતી.

X

ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 116 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.

ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના સભાખંડ ખાતે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવામાં આવી હતી. આ સાથે જ બેન્કના આર્થિક અહેવાલને મંજુરી સહિત બેન્કના ઓડિટરની નિમણૂંક તથા તેનું મહેનતાણું નક્કી કરવા, બેન્કના પેટા કાયદા સુધારવા, ગુજરાત સરકારની મંજુરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેન્કએ માંડવાળ કરેલ લેણું મંજુર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજુરીની મ્હોર મારવામાં આવી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ બેન્કની પ્રગતિનો અહેવાલ રજૂ કરી ડીરેકટરો તેમજ સભાસદોના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story