ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસેથી મળ્યો

મીસરી રાણાએ પોતાની બહેનને મેસેજ કરી બ્રિજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી.

New Update
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસેથી મળ્યો

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નવનિર્મિત નર્મદામૈયા બ્રીજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસે નદીમાંથી મળી આવ્યો હતો. ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારની સોસાયટીમાં રહેતી મીસરી રાણાએ પોતાની બહેનને મેસેજ કરી બ્રિજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી. જેની આસપાસના લોકોને જાણ થતા તેમણે ફાયર ફાઈટરને જાણ કરી હતી. નર્મદા નદીમાં ભૂસકો મારેલી યુવતીને બચાવવાના પ્રયાસો હાથા ધરવામાં આવ્યા હતા પરંતુ મોડી રાત્રે અંધારાના કારણે યુવતીનો કોઈ સફળતા મળી ન હાથે. જે બાદ ભરૂચ નગરપાલિકા તથા અંકલેશ્વર ફાયરબ્રિગેડ દ્વારા યુવતીને નર્મદા નદીના વહેણમાં શોધખોળ ચાલી રહી હતી ત્યારે ત્રીજા દિવસે તેનો મૃતદેહ નવા તવરા પાસે નદી કિનારેથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પી.એમ. સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ મૃતક યુવતીના પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.