Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અંકલેશ્વરથી વાલિયાને જોડતો અતિવ્યસ્ત માર્ગ બન્યો અ'તિ બિસ્માર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલીયાને જોડતો અતિવ્યસ્ત એવો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયો

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલીયાને જોડતો અતિવ્યસ્ત એવો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયો છે. આ માર્ગ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે, ત્યારે હાલ ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદના વિરામ બાદ જાણે આ માર્ગ અતિ બિસ્માર બન્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આ માર્ગ પર મોટા મોટા મેન્ટલ પથ્થર તેમજ ઊડતી ધૂળની ડમરીઓના કારણે અનેક વાહનચાલકો સહિત રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. તેવામાં એક જાગૃત નાગરિક અને સામાજીક કાર્યકર દ્વારા આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી યોગ્ય કામગીરી નહીં થતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. વર્ષ 2019માં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ જાગૃત નાગરિકે છેક ગાંધીનગર જઈને રજૂઆત કરી હતી. જોકે, માર્ગ બનાવ્યાને 3-4 મહિનામાં જ આ માર્ગની હાલત બિસ્માર બનતા રોડની કામગિરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો હતો, ત્યારે હવે વહેલી તકે બિસ્માર અને જોખમી માર્ગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story