Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી નિર્માણ પામનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી રૂ. 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં માર્ગો, ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે ખોદાય ગયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભોલાવ વિસ્તાર સ્થિત સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી રૂ. 25 લાખના ખર્ચે સીસી રોડના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે. જેનું ખાતમહુર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story