Connect Gujarat
ભરૂચ

ભરૂચ:નગર સેવા સદનની વિવિધ સમિતિના ચેરમેન દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો,આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગરપાલિકામાં અઢી વર્ષ માટેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ હતી.

X

ભરૂચ નગરપાલિકામાં અઢી વર્ષ માટેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ હતી.આ તમામને સભ્યોએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે વિભૂતિ યાદવની અને ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલની નિમણૂક કરાઈ હતી. ત્યાર બાદ પાલિકાની વિવિધ 13 સમિતિઓના ચેરમેનની વરણીની પ્રક્રિયા પણ યોજાઈ હતી.પાલિકાની 13 સમિતિમાં 8 સમિતિઓમાં મહિલા ચેરમેનને સ્થાન અપાયું હતું. કારોબારી સમિતિમાં 11 સભ્યો, ફાયનાન્સ & ટેક્ષેશનમાં 9, કાયદા, ફસાયર એન્ડ મોટરગેરેજ, સમાજ કલ્યાણ, એસ્ટાબલીસમેન્ટ, લાઈટ, સેનેટરી, શોપ્સ, મેડિકલ, વોટર વર્ક્સ, પબ્લિક અને બાગ બગીચામાં નવ નવ સભ્યોને સ્થાન અપાયું હતું. આ તમામ સભ્યોએ આજે 26 મી ઓક્ટોબરના રોજ સવારે તેમને ફાળવવામાં આવેલી તમામ કમિટીઓના ચેરમેન તરીકે વિધિવત ચાર્જ લઈ કાર્યભાર સંભાળ્યો હતો.જેમાં પ્રમથ પાલિકા કારોબારી ચેરમેન તરીકે હેમન્દ્ર પ્રજાપતિએ પૂજા અર્ચના કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.ત્યાર બાદ વિવિધ કમિટીના સભ્યો દ્વારા પણ ચાર્જ સંભાળવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રમુખ વિભૂતિ યાદવ,ઉપપ્રમુખ અક્ષય પટેલ,જિલ્લા મહિલા મોરચાના પ્રફુલા દુધવાલા,પૂર્વ પ્રમુખ દક્ષા પટેલ સહિતના આગેવાનો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા

Next Story