/connect-gujarat/media/post_banners/25ece662b42a7b2d807064fa786c0275fa6cccb57ea2080666f15bd3986e1c30.jpg)
ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાની ફરિયાદોના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગતરોજ કેટલાક વાહનોની હવા કાઢવા તેમજ વાહનોને નુકસાન પોહચાડવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોકીની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય છે, પણ વાહનને આ રીતે નુકસાન પહોચાડવામાં ન આવે તેવી માંગણી કરાય હતી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં પાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સભ્ય ઇબ્રાહિમ કલકલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.