/connect-gujarat/media/post_banners/f052ba81f2e620ea5f63172c410123fa3de36e3c7bc2a19fb89c0707e00c5e3d.jpg)
ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ દીપાવલી પર્વ નિમિતે અનોખા દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માનસિક દિવ્યાંગ બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે. અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેવો આર્થિક રીતે પણ પોતાની રીતે આત્મનિર્ભર બની શકે તે માટે અહીંના બાળકોને ફાઈલ, બાજ-પડીયા, અગરબત્તી, દિવાળીના રંગબેરંગી કોડિયા સહિતની ચીજવસ્તુ બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે. આગામી પ્રકાશ પર્વ દીપાવલીના તહેવાર પૂર્વે કલરવ શાળાના બાળકો આકર્ષક દિવડાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. બાળકો દ્વારા વિવિધ પ્રકારના કલાત્મક દિવડા તૈયાર કરવા આવ્યા છે.
જોકે, પોતાની આગવી સૂઝબૂઝથી આ દિવડા બાળકોએ જાતે જ તૈયાર કર્યા છે. આ દીવડાઓના વેચાણ કરી દરેક બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ભેટ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા માટે કરાયેલી અપીલને ધ્યાને રાખી આ વર્ષે કલરવ શાળા દ્વારા કાગળની બેગ બનાવીને બજારમાં મુકવામાં આવનાર છે, ત્યારે સરકારની પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની ચળવળમાં સામાજિક સંસ્થાઓની મદદથી પોતાના કૌશલથી પહેલ શરૂ કરી છે, ત્યારે કલરવ શાળાના બાળકોએ એમના હાથથી બનાવેલ વસ્તુઓનું લોકો વધુમાં વધુ ખરીદી કરે તેવી કલરવ શાળાના સંચાલકો આશા સેવી રહ્યા છે.