ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…

સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

New Update
ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…

સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોના જીવને જોખમમાં મુકવા અંગે ફરિયાદ અને અસરગ્રસ્તોને સહાય વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પૂર અસરગ્રસ્તોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક લોકોને મોટું આર્થિક નુકશાન થયું છે, ત્યારે પૂર અસરગ્રસ્તોએ સમસ્ત ભરૂચ જિલ્લા મછીમાર સમાજના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરદાર સરોવર નિગમની બેદરકારીથી આ માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે તેનાથી લોકોના જીવને જોખમમાં મુકવા અંગે ફરિયાદ અને અસરગ્રસ્તોને નુકશાનીનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્તોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી વહીવાતી તંત્ર પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. નર્મદા નદીમાં હાલમાં આવેલ પૂર એ અગાઉના વર્ષોના પૂર કરતાં ખૂબ જ ભયાવહ, વિનાશકારી અને હ્રદયદ્રાવક રહ્યું છે.

Latest Stories