ભરૂચ: શ્રવણ ચોકડી પર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી શરૂ થાય એ પૂર્વે જ લાગ્યુ ગ્રહણ, જુઓ સ્થાનિકોએ કેમ કર્યો વિરોધ

ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજને કામગીરી શરૂ થતાં પહેલાં જ ગ્રહણ લાગ્યું હોય તેમ આ માટે ઊભા કરાયેલ મિક્સરપ્લાન્ટનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

New Update

ભરુચની શ્રવણ ચોકડી પર કરોડો રૂપિયાના ખર્ચે એલિવેટરબ્રિજ નું નિર્માણ થનાર છે.જે માટેની મિક્સર પ્લાન્ટની કામગીરી શરૂ થતાં આસપાસની સોસાયટીના રહીશોએ આ મિક્સર મશીનના પ્લાન્ટથી સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડશે તેવા આક્ષેપ સાથે ઉમરાજ ગ્રામ પંચાયતમા આવેદન પાઠવી રજૂઆત કરી હતી.જેના પગલે ઉમરાજ ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાકટર તેમજ જમીન માલિકને નોટિસ પાઠવવામાં આવી હતી .જોકે તે દરમ્યાન પ્લાન્ટની કામગીરી કરવા માટેની ગતિવિધિ શરૂ થતાં આસપાસની સોસાયટીના રહીશોએ ધસી આવી ઉગ્ર વિરોધ કરી કામગીરી અટકાવી અઠવાડિયામા આ તમામ સામગ્રી હટાવી દેવાની તાકીદ કરી નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરુચની શ્રવણ ચોકડી પર એલિવેટર બ્રિજ બનતા પૂર્વે જ સ્થાનિકોના વિરોધના પગલે પ્રથમગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ અત્યારે સર્જાયો છે ત્યારે તંત્ર આ વિરોધ બાદ સમાધાન માટે શું કામગીરી કરે છે જોવું રહ્યું

Latest Stories