/connect-gujarat/media/post_banners/8de6e64390ee291c2e03d41fc6e413e0d979c5db5afb814cb9bce32280887d97.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી બાવાગોર દરગાહ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી બાવાગોર દરગાહ સુધીનો અંદાજે 3 કિલોમીટર જેટલો માર્ગ બિસ્માર બનતા રતનપુર ગામના તેમજ દૂર દૂરથી બાવાગોર દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રતનપુર નજીક પહાડ ઊપર બાવા ગોરીસા દાદાની દરગાહ આવેલી છે. આ દરગાહ ખાતે હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના શ્રદ્ધાળુઓ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. જોકે, રસ્તો ખરાબ હોવાના કારણે દર્શનાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ગુરૂવાર તેમજ રવિવારના રોજ અને ઉર્સના મોકા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહી આવતા હોવાથી આ રસ્તો સાંકળો તેમજ ખરાબ હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી રતનપુરથી બાવાગોર સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો નથી, જેથી રતનપુરના સ્થાનિકોની વહીવટી તંત્ર પાસે બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.