ભરૂચ:અંકલેશ્વરના જુનાદીવા ગામના ખેડૂતે તાડની ખેતી કરી મેળવી સારી આવક

જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.

New Update
ભરૂચ:અંકલેશ્વરના જુનાદીવા ગામના ખેડૂતે તાડની ખેતી કરી મેળવી સારી આવક

અંકલેશ્વરના જૂના દીવા ગામના ખેડૂતે તાડની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવાયુ છે. તાડ પર લાગતી તાડફળીની બજારમાં પણ વ્યાપક માંગ ઉઠી છે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા ખેડૂત જયેશ વસાવાએ અભ્યાસમાં બી.એ. કર્યું છે. ખેડૂત બાપદાદાની ખેતી કરી રહ્યા છે. ખેડૂત છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.

અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે. ખેડૂત શેરડી, કપાસ સહિતની પણ ખેતી કરી રહ્યા છે.ખેડૂત જયેશ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં 5,000થી વધુ તાડફળી ઉતારે છે. મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજુરને 1000 રૂપિયા આપવા પડે છે.

તો તેને કટીંગ કરીને કાઢવા માટે તેના 500 રૂપિયા આપવા પડે છે. જો કે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે.તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા છે. જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. દસ રૂપિયાની એક તાડફળી મળે છે તો 50 રૂપિયાની ચાર પણ વેચવામાં આવે છે. આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે. તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે.

Latest Stories