Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ખેડૂત સમાજ દ્વારા જમીન સંપાદન મામલે કલેક્ટરને રજૂઆત કરી આક્રોશ ઠલવાયો, જુઓ શું કરવામાં આવી માંગ

વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે.

X

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર જિલ્લાના ખેડૂતોને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના આપેલા ભાવ મુજબ વળતર આપવા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને જમીનોની મોં માગી કિમંત આપવામાં આવી છે જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને મામુલી કિમત આપવામાં આવી છે.હાંસોટ તાલુકામાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતો લાલઘૂમ થઇ ઉઠ્યાં છે.જમીનના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, કૌશિક પટેલ મહામંત્રી સહિતના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં ભરૂચ ક્લેકટરને આજરોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Next Story