ભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં...

ભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

New Update
ભરુચ : નર્મદા નદીમાં આવેલા પુરના પાણી ઓસર્યા, 400 જેટલા કર્મચારીઓ જોડાયા સફાઈ અભિયાનમાં...

ભરૂચમાં નર્મદાના પુરના પાણી ઓસરતા જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી સરકાર દ્વારા 400 જેટલા સફાઈ કર્મચારીઓની મદદથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ પુરના પાણી ઓસરતા શહેરના દાંડિયા બજાર,ધોળીકુઇ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લા કલેકટર, અધિક જિલ્લા કલેક્ટર, ડી.ડી.ઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવી સફાઈ સહિતની આવશ્યક કામગીરીને વેગવંતુ બનાવ્યું છે. સરકાર દ્વારા 400 જેટલા સફાઈ કર્મચારીઓની ફલ્વ્વમાં આવ્યા છે. જેથી સફાઈ અભિયાન હાથ ધરી આવતીકાલ સુધીમાં સંપન્ન કરી દેવાશે .તે ઉપરાંત આરોગ્યની ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે જે ઘરે ઘરે ફરીને આરોગ્યલક્ષી સેવા કરશે. આમ જિલ્લા વહીવટી તંત્રએ નર્મદાના પુર બાદ રોગચાળાની સ્થિતિ ન ઉદભવે તે માટે તેમજ અન્ય જરૂરી કામગીરી માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.