/connect-gujarat/media/post_banners/fcb22ce9e87258dbf09d10add31f7d70713816958d922609e039467fe486b3a5.jpg)
ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ થયો હતો. કોરોના કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે ઐતિહાસિક અને 255 વર્ષથી એકમાત્ર ભરૂચમાં ઉજવાતો ઉત્સવ તેમજ મેળાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજરોજ આઠમના દિવસે ભોઈ સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે છડી ઝુલાવામાં આવી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્ય ધંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ ,ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા અને દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી