Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો...

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો.

X

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો.

આગામી તા. 11 માર્ચ 2024થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનો શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો, અતિથિ વિશેષ તરીકે અમદાવાદના મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલવી, સૈયદ અરશદ હુસૈન અલવી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શુ મહત્વ છે, તેની સમજ આપી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને મુક્તમને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળા કમિટિ વતી પ્રમુખ આબીદ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલવીએ હાલમાં મેળવેલ C A ની પદવી બદલ શાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી બહુમાન કર્યું હતું.

Next Story