Connect Gujarat
ભરૂચ

ભરૂચ: યુક્રેનમાં વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ,પરિવારજનોમાં ચિંતાનો માહોલ

ભરૂચની 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે

X

રશિયાએ યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક ભારતીયો ફસાયા છે ત્યારે ભરૂચની 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ અનેક રાજકોટ, ગોંડલ, વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ભરૂચની વાત કરીયે તો ભરૂચની બે વિધ્યાર્થીનીઓ આયેશા શેખ અને રૂહીના શેખમાં યુક્રેનની વિષમ પરિસ્થિતીમાં ફસાય ગયા છે ત્યારે કનેક્ર્ટ ગુજરાતની ટીમ ભરૂચના ભઠિયારવાડ વિસ્તારમાં આવેલ રૂહીના શેખના ઘરે પહોંચી હતી અને પરિવારજનોની વેદના સાંભળી હતી. રૂહીના શેખ એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે 5 વર્ષથી યુક્રેનમાં રહે છે. હાલ યુદ્ધની પરિસ્થિતી સર્જાતા વિડીયો દ્વારા તેણે પોતાની આપવીતી વર્ણવી હતી.

રૂહીના શેખના ભાઈએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેમની બહેન સાથે 20 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે અને ખૂબ જ ડરેલા છે. યુદ્ધની પરિસ્થિતીના કારણે પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે ત્યારે ભારત સરકાર આ વિદ્યાર્થીઓને પરત લાવવા વહેલી તકે પગલા ઉઠાવે એ જરૂરી છે

તો બીજી તરફ ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતી આયેશા શેખ પણ એમ.બી.બી.એસ.ના અભ્યાસ અર્થે 5 વર્ષથી યુક્રેનમાં રહે છે. તે 15 દિવસ પૂર્વે જ વતન આવી હતી જો કે યુક્રેનની યુનિવર્સિટીએ ઓનલાઇન એક્ઝામ લેવાની ના કહેતા તે પરત યુક્રેન ગઈ હતી અને હાલની યુદ્ધની પરિસ્થિતીમાં ફસાઈ ગઈ છે. આયેશા અને તેના પરિવારજનોએ ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને તેઓને પરત વતન લાવવા સરકાર જલ્દી કોઈ પગલાં ઉઠાવે એવી માંગ કરી છે.

Next Story