Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા ગેંગવોરની ઘટનામાં પોલીસે અત્યારસુધી 22 આરોપીઓને કર્યા ઝબ્બે…

ઝઘડીયા જીઆઇડીસીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલિસે અત્યાર સુધી કુલ 22 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલિસે અત્યાર સુધી કુલ 22 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાં ગત તા. 3 જૂનના રોજ 2 જૂથ આમને સામને આવી જતાં ગેંગવોરની ઘટના સર્જાય હતી. જેમાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર અને યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા પર અન્ય કોન્ટ્રાકટરના સાગરિતોએ ઝઘડીયા GIDC વિસ્તારમાં જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં 8થી 10 કારમાં ધસી આવેલાં હુમલાખોરોએ 25 રાઉન્ડ ગોળીબાર કરવા સાથે 10થી વધુ કારમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ધારિયું વાગતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અંકલેશ્વર જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિત ઝઘડીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થળ પરથી પોલીસે ફૂટેલી કારતૂસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, ધંધાકીય હરીફાઈમાં થયેલ ગેંગવોર મામલે પોલીસે ધોળગામના સરપંચ રજનીકાંત ઉર્ફે રજની વસાવા દ્વારા 15 ઈસમો વિરુદ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ જયમીન રણછોડ પટેલ, અનિલ શાંતિલાલ વસાવા, આકાશ ચેતન યાદવ, જીતેન્દ્ર મહેશ વસાવા, વિકાસ શૈલેષ વસાવાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ધવલ પટોડીયા, જીતેશ જીવણ વસાવા, કમલેશ કનુ વસાવા અને ત્યારબાદ અનીલ પુના વસાવા, સતનામ ઉર્ફ ધમો નારસિંગ વસાવા, સતનામ ઉર્ફે સતો નારસિંગ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વધુ તપાસમાં 11 આરોપીઓને ઝબ્બે કરી લેતા પોલીસને મોટી સફળતા મળી છે. ધરપકડ કરાયેલ વધુ 11 આરોપીઓ સાથે ફાયરિંગની ઘટનામાં કુલ 22 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં અજય ઉર્ફે લાદેન મંગુ વસાવા, ચેતન રામસિંગ વસાવા, વિમલ ઉર્ફે નિર્મલ અશોક વસાવા, વિવેક ઉર્ફે મુકેશ બીજલ વસાવા, શિવ ઉર્ફે અન્નો ભરત વસાવા, સુનિલ વસાવા, મુકેશ લલ્લુ વસાવા, સત્તારખાન અહેમદખાન પઠાણ, યુનુસ ઉર્ફે કાલુ મલિક, કરણ ઉર્ફે ભલો રામુ વસાવા અને અમિત બાલકીશન ભગત જ્યારે હજી કેટલાક આરોપીઓ તથા ગુનાહિત ઘટનામાં વપરાયેલા વાહનો તથા હથિયારો કબજે કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story