ભરૂચ : કસક ગરનાળામાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત, સ્થાનિકોમાં આક્રોશ!

ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ : કસક ગરનાળામાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત, સ્થાનિકોમાં આક્રોશ!
New Update

ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ શહેરમાં ઉતરાણ બાદ ઉઘડતા દિવસે જ કસક ગરનાળામાં ટ્રાફિક જામ અને ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર કસકગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઈન ઓવરફ્લો થતી હોવાની બૂમો ઉઠતી રહી છે. ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા પારાવાર ગંદકી સર્જાય છે જેથી રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજરોજ ગરનાળા માંથી એક ટેમ્પો પસાર થતાં ફસાયો હતો જેથી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી. સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રહાદારીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચોકઅપ ગટર લાઈન બાબતે સંબંધિત કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી. બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા ફસાયેલા ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કસક ગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઈન અવારનવાર ચોકપ થઈ ઓવરફ્લો થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

#Bharuch #Gujarat #CGNews #problem #sewage #drainage #bharuch citym kasak
Here are a few more articles:
Read the Next Article