/connect-gujarat/media/post_banners/91fa2ec76bafffc3b1dbc61cd8a1416aefc325d4408b6af18cdc8c0935428da6.webp)
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓ ફરિયાદી સરપંચના ઘરે આવીને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હતા.આ મામલે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે. તેઓને કંપનીના એચ આરે બોલાવતા કંપનીમાં મિટિંગમાં ગયા હતા.આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસંગ ચૌહાણે સરપંચને તું કેમ અહિયાં આવ્યો છે, તને કોણે બોલાવ્યો કહી જાતિ વિષયક અપશબ્દો બોલી ઉશ્કેરાઈને જોર જોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા.ત્યારે બંને ઇસમો પાછળથી આવીને તેમના કપડાં ફાડી નાખી અને ઢીકા પાટુનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો.જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા.તો તેઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી.આ બંને ઇસમોએ જતાં તેમને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી નગીન રાઠોડે આ બંને વિરુધ્ધ દહેજ પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંન્ને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હતા.આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કલમનો ઉમેરો કરી આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.