/connect-gujarat/media/post_banners/974eb0d16add4291b9836d45a801c22065c476d83bd011fe24e143dc281e737a.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામે સરપંચે બોગસ બિલ મુકી ઉચાપત કરી હોવાનો આક્ષેપ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના માજી સરપંચ અબ્દુલ પટેલના જણાવ્યા અનુસાર, જંબુસર તાલુકાના નડિયાદ ગામે હાલના સરપંચ જયંતિ રાઠોડ દ્વારા મોટર રીપેરીંગના બોગસ બિલ મુકી રૂપિયા 20 હજારથી વધુની ઉચાપત કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જેની ફરિયાદ ઉચ્ચ અધિકારી જેવા કે, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીને પણ લેખિતમાં કરવામાં આવી છે. વધુમાં માજી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સદસ્ય ઇબ્રાહિમભાઈ દ્વારા RTI કરતા જાણવા મળ્યું છે કે, ગામના હાલના સરપંચે વાણિજ્ય ખાતા દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકી કે, જેમાં સંપ છે. જે સંપમાં મોટરનો ઉપયોગ પણ કર્યો નથી, અને તે નવી મોટારો છે. જે મોટરને રીપેરીંગ કરવામાં આવી અને તેનું બિલ મુકી પાસ કરી દેવામાં આવ્યું છે. આમ કરી હાલના સરપંચ જયંતિ રાઠોડ દ્વારા 9500, 5000 અને 5900 રૂપિયાના 3 અલગ અલગ બિલ મુકી ઉચાપત કરી સરકારી તીજેરીને નુકશાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ માજી સરપંચ અબ્દુલ ગની પટેલે કર્યો છે.