/connect-gujarat/media/post_banners/1ee1452f5d04b1c027208f7aa046934dd5016cf0b0f73ad788bd7c8f9711832b.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડીયાના ધારાસભ્ય દ્વારા વાલિયા તાલુકાના મેરા ગામના વિકલાંગ નાગરીકને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપી અનોખુ સેવાકાર્ય કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મેરા ગામના રહીશ અને વિકલાંગ નાગરિક અર્જુન સોલંકીને ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા 3 પૈડાવાળી ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપવામાં આવી છે.
મેરા ગામે રહેતા અર્જુન સોલંકી શારીરિક રીતે વિકલાંગ છે, તેવી જાણ થતાં ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા તેમની મુલાકાત લઇને સાયકલ ભેટ આપવામાં આવી હતી. ઇલેક્ટ્રિક સાયકલ ભેટ મળતા વિકલાંગ નાગરિક અર્જુન સોલંકીને હવે ગામમાં એક સ્થળેથી બીજા સ્થળે જવામાં સુગમતા રહેશે. ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિતેશ વસાવાની સરાહનીય અને સેવાભાવી કામગીરીને ગ્રામજનો અને કાર્યકરોએ બિરદાવી હતી. આ પ્રસંગે સાયકલ મેળવનાર અર્જુન સોલંકીએ સંતોષની લાગણી સાથે ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર માન્યો હતો.