/connect-gujarat/media/post_banners/90fd5138b7c1594e057cbd482db31a4abe1455f63205107e0ddc4926128371d4.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેના ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપીની બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ગુનો નોંધાયો છે.
ગત તારીખ 20-5-2024ના રોજ બપોરે 4:30 કલાકના અરસામાં ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે, અગાઉના ગુનામાં આરોપી જહાંગિર ઈસ્માઈલ અહેમદ કુરેશી રહે; જંબુસરનાઓ પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ છે, જેથી જંબુસર પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બહેનએ ઘરમાંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી પોલીસકર્મીઓની આંખોમાં નાખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ સાથે જ પોલીસને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરેલ હોય જેથી બન્ને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.