ભરૂચ : પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી સંગઠનની બહેનોએ કલેક્ટર કચેરીને ગજવી...

આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટીસો અને ધમકાવવાનું યથાવત રહેતા આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે

ભરૂચ : પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી સંગઠનની બહેનોએ કલેક્ટર કચેરીને ગજવી...
New Update

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર માંગણીઓના મુદ્દે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ૨કારી મોબાઈલ કામ કરતા ન હોય જેને તાત્કાલીક બદલાવવા અને કામનો બોજ ધટાડવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ભરૂચમાં પડતર માંગણીઓના મુદ્દે આંગણવાડી બહેનોએ ઉગ્ર દેખાવો કર્યો હતો. જેમાં સરકારી મોબાઈલ કામ કરતા ન હોય જેને તાત્કાલીક બદલાવવા અને વધુ પડતાં કામનો બોજ ધટાડવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા ૩૦ દિવસથી સતત દિવસ-રાત આંગણવાડી વર્કર અને મુખ્ય સેવિકાઓ તેમજ સી.ડી.પી.ઓ.ની મહેનત તેમજ તહેવારો અને રવિવારની રજામાં પણ કામ કર્યા છતાં કામગીરી પૂરી થઈ શકી નથી. સરકારી મોબાઈલમાં એપ્લીકેશન વર્ક કરતી ન હોવાથી તે કામ લાગતાં જ નથી. જેથી આંગણવાડી બહેનોએ પોતાના અંગત મોબાઈલમાં કામ કરવું પડે છે. આમ છતાં આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટીસો અને ધમકાવવાનું યથાવત રહેતા આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે સરકારી મોબાઈલ પરત લઇ કામગીરી ઘટાડવાની માંગ સાથે આંગણવાડી વર્કર બહેનોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

#Bharuch #ConnectGujarat #Anganwadi #ભરૂચ #આંગણવાડી #આંગણવાડી સંગઠન #bharuchColletor #Collector Office Bharuch #પડતર માંગણી
Here are a few more articles:
Read the Next Article