/connect-gujarat/media/post_banners/b1e890a71e21079ea7beb398c81e4ad2be75191dbe011c2fe7d7ce7e5da19793.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયાની તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ સ્થિત સીતારામ સેવા ટ્રસ્ટના હોલ ખાતે 6ઠ્ઠો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાઇને પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા, જવાબદારી અને પક્ષપાત વગર નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીતા બ્રહ્મભટ્ટ, તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર, ટ્રસ્ટી, વિનાયક ઇન્સ્ટિટયૂટ બાકરોલના આચાર્ય પ્રિયા વર્ગીસ, ડોક્ટર રાજેશ શર્મા, તક્ષશિલા નર્સિંગ કોલેજના આચાર્યા ભાગ્યશ્રી સૂર્યવંશી તેમજ મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.