ભરૂચ : ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેનાર જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય હાથ ધરાયું

ભરૂચ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ કે, જે વૃદ્ધ, અશક્ત, બિનવારસી ભાઈ-બહેનોને તેઓના આશ્રય સ્થાનમાં રાખી તમામ પ્રકારની સેવા કરે છે.

New Update
ભરૂચ : ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેનાર જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય હાથ ધરાયું

ભરૂચની સેવાભાવી નામાંકીત સંસ્થા ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ ખાતે આશ્રય લેનાર જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ કે, જે વૃદ્ધ, અશક્ત, બિનવારસી ભાઈ-બહેનોને તેઓના આશ્રય સ્થાનમાં રાખી તમામ પ્રકારની સેવા કરે છે. તેઓના આ યજ્ઞમાં મદદરૂપ થવા ભરૂચની સેવાભાવી નામાંકીત સંસ્થા ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા જરૂરી 600 નંગ એડલ્ટ ડાયપર તથા 108 નંગ નેપકીનના દાન કરવાનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરની રાહબરી હેઠળ રાખવામાં આવ્યો હતો. સેવા યજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટ તથા તેઓની ફરિશ્તા રૂપી વોલેન્ટિયરની ટીમના સભ્યોએ હાજર રહી ધિ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના આ ઉમદા પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ડો. સેફુદીન મુલ્લા તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર એજાજ લધાણીએ ખૂબ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. પ્રોજેક્ટ દરમિયાન ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ના ટ્રસ્ટી મિત્રો સભ્ય મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રોજેક્ટની સફળતા અને ઉપયોગીતાનો અનુભવ કર્યા પછી સંસ્થાએ સેવા યજ્ઞ સમિતિને વારંવાર બનતી સહાય આપવાનું વચન આપ્યું હતું.

Latest Stories