/connect-gujarat/media/post_banners/d3f042d6d185108bafd18eb6bcf92d1351209990ae4daad879809cb0484c7bb9.webp)
ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર સ્થિત મોગલપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી હતી.
ભરૂચના ધોળીકુઈ બજાર નજીક મોગલપુરા વિસ્તાર સ્થિત જર્જરિત નર્મદા શોપિંગ સેન્ટરની દીવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં કાટમાળ ખસેડવા સહિત જર્જરિત ઇમારતનો કેટલાક ભાગને ઊતારવાની કામગીરી હાથ ધરાય હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી, જ્યારે હવે નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને લઇને તાત્કાલિક કોઈ પગલા લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.