ભરૂચ: આમોદમાં કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી માંગ

ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

New Update
ભરૂચ: આમોદમાં કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી માંગ

ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સાઈલેન્સર ચોર ટોળકી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આમોદમાં ગણેશ નગરમાં રહેતા અર્પિત હરેન્દ્ર પઢીયારની ઇકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરી ગયા હતા.તેમજ ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઇકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરેલી હતી ત્યારે મળસ્કે કોઈ અજાણ્યા ચોર સાઈલેન્સર ચોરી ગયા હતાં.આમ એક જ રાત્રીમાં બે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બનતાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા છે.આમોદ પોલીસ મથકે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બાબતે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.

Latest Stories