/connect-gujarat/media/post_banners/3c15c40036fe5d45e07e489af889d73f3cb131e44a6926f2e814621aa4917ea9.jpg)
ભરૂચ શહેરના શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપમાં તસ્કરે પ્રવેશ કરી નવા-જુના ફોન સહીત એસેસરીઝની ચોરી કરી હતી. અંદાજીત રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરમાં રહેતા ઈબ્રાહીમ ભરૂચા શાલીમાર શોપિંગ સેન્ટરમાં બુરહાની મોબાઈલ નામની દુકાન ધરાવે છે. જેઓની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. વેન્ટિલેશન માટે લગાવેલ ગ્રીલ તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો, અને દુકાનમાં રહેલ નવા-જુના 10 મોબાઈલ ફોન અને એસેસરીઝ મળી અંદાજીત રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ચોરી અંગે એ’ ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુન્હો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.