Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ, ચોરીની ઘટનાને આપ્યો અંજામ...

અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો

X

પોલીસના ડર વિના ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો

અંકલેશ્વર અને આમોદ નગરમાં અજાણ્યા તસ્કરોનો હાથફેરો

આમોદના બાપા સીતારામ વિસ્તારમાંથી તસ્કરોએ કરી ચોરી

જીતાલીના અશરફ પાર્કમાંથી રૂ. 1.90 લાખના મત્તાની ચોરી

તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને આમોદ નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મુખ્ય બજાર એવા ટાવર ચોક વિસ્તારમાં આવેલી કાવેરી જવેલર્સને નિશાન બનાવી હતી. તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ દુકાનમાંથી કોઈ વસ્તુ નહીં ગઈ હોવાની માહિતી મળી હતી, જ્યારે બાપા સીતારામ વિસ્તારમાં આવેલા ત્રિભોવન નાગજીભાઈ સોલંકી પોતાના ઘરે સૂતા હતા, ત્યારે ઉપરના માળે અજાણ્યા તસ્કરોએ તાંબા-પિત્તળના વાસણો ઉઠાવી ગયા હતા. ઉપરાંત રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. મકાન માલિક અસ્લમ યાકુબ શાહ ગત તા. 12મી એપ્રિલના રોજ પોતાની ગાડી લઈ પત્ની અને બાળકો સાથે કીમ ચાર રસ્તા સ્થિત સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને 15 હજાર રોકડા મળી કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story