Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં

કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.

X

ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં..

ભરૂચના વેજલપુર વિસ્તારમાં કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઇ જવાથી એક જ પરિવારના ત્રણ સંતાનોએ જીવ ગુમાવી દીધાં છે. હતભાગી વર્ષાબેન સોલંકીને પહેલાં પતિ અને હવે એક સાથે ત્રણ ત્રણ સંતાનોની અર્થી જોવાનો વારો આવ્યો છે.હરિજનવાસના 903 નંબરના મકાનમાં વર્ષાબેન સોલંકી એક દીકરા અને ત્રણ દિકરીઓ સાથે રહેતાં હતાં...ગઇકાલ સુધી આખો પરિવાર હસતો અને ખેલતો હતો પણ કુદરતને કઇ અલગ જ મંજુર હતું.

સોમવારે સવારે વર્ષાબેન રાબેતા મુજબ નગરપાલિકા ખાતે નોકરીએ જવા નીકળ્યાં હતાં જયારે તેમના ચારેય સંતાનો ઘરમાં હાજર હતાં. આ સમયે મકાન તુટી પડતાં ચારેય કાટમાળ નીચે દબાઇ ગયાં હતાં. કાટમાળ નીચેથી નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકી મૃત હાલતમાં મળી આવ્યાં જયારે ગાયત્રી સોલંકીને ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડવામાં આવી.. ત્રણેય મૃતકોના મૃતદેહને હોસ્પિટલથી કુંભારીયા ઢોળાવ ખાતે લવાયાં હતાં. એક સાથે ત્રણ સંતાનોની અંતિમયાત્રા ટાણે હદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યાં...

Next Story