Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પતંગના દોરાથી ત્રણ લોકોના ગળા કપાયા,પોલીસે વાહન ચાલકોને બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા આપી સમજ

ભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે

X

ભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે ત્યારે પોલીસ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે અને વાહન ચાલકોને બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા સમજ આપવામાં આવી હતી

ભરૂચમાં પતંગ ચગાવવાની મજા લોકો માટે મોતની સજા સાબિત થઈ રહી છે અને અત્યાર સુધી પતંગના દોરાથી 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા સરાહનીય અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચ પોલીસ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે વાહન ચાલકોને બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાની સમાજ આપવામાં આવી હતી અને સાથે સેફ્ટી ગાર્ડ પણ લગાવી આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણના પર્વ દરમ્યાન આ પ્રકારના સેફ્ટી ગાર્ડ તમારા વાહન પર લગાવી પતંગની દોરીથી સુરક્ષા મેળવો

ભરૂચમાં પતંગના દોરા ઘાતક નીવડી રહ્યા છે અને અને લોકો ભોગ બની રહ્યા છે ત્યારે પોલીસના નવતર અભિગમની લોકો પણ સરાહના કરી રહ્યા છે

ભરૂચમાં ઉત્તરાયણના અગાઉના દિવસોમાં જ 3-3 લોકો પતંગના દોરાનો ભોગ બન્યા છે ત્યારે કનેક્ટ ગુજરાત અને પ્રોલાઈફ ગ્રૂપ દ્વારા લોકોને બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બન્ને સંસ્થા દ્વારા પોલીસ વિભાગને 500 સેફ્ટી ગાર્ડ આપવામાં આવશે જે વાહનોમાં લગાવાશે

Next Story