/connect-gujarat/media/post_banners/783a8e4f4bee1c6859668feff23a4f8cb238e8e166ff77425ec4cd76acf79698.jpg)
ભરૂચમાં હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવનો કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતનાં જાણીતા વક્તાઓ વક્તવ્ય આપશે.
૭૫ વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન-નફાકારક સંસ્થા હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ભરૂચમાં ત્રીસત્રિય ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈધ, પ્રોફેસર લલિતચંદે, તેમજ કેજલ કંસારા જેવા વકતાઓ પ્રશિક્ષણ આપશે.તારીખ ૨૭ અને ૨૮ જાન્યુઆરી દરમ્યાન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાના ભાવિન પટેલ, પ્રીતિ મોદી, ડૉ.વિવેક વાઘેલા,આર.સી.સી.ના પ્રમુખ શૈલેષ દવે,સાગરગાંધી ઉપસ્થિત રહ્યા હતા.