Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવ્યું છે.

X
  • પોસ્ટ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન
  • લોકો પોતાના ઘર પર તિરંગો લહેવરાવે તે ઉદ્દેશ્ય
  • તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી


ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવ્યું છે. લોકોને સરળતાથી તિરંગો મળી શકે તે માટે પોસ્ટ ઓફિસ, પાલિકા સહિત વિવિધ સ્થળે રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે તે અંગે જાગૃતિ કેળવવાના આશય સાથે ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ આર.બી.ઠાકોર તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હાથમાં ત્રિરંગા સાથે બાઈક પર સવાર થઈ જોડાયા હતા.આ તિરંગા રેલી ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Next Story