ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી

લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું.

New Update
ભરૂચ: સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી

આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દુધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતીની અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પોરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા મણ દુધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી

Latest Stories