Connect Gujarat
ભરૂચ

ભરૂચ:મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો, પોલીસ વિભાગનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

X

ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે મુન્શી વિદ્યાધામમા ભરુચ જીલ્લા ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ.આઇ.બી. ભરુચ ડિસ્ટ્રિક્ટના પોલીસ ઈન્સ્પેકટર એમ.બી. તોમર તથા જીલ્લા ટ્રાફીક ભરુચના પી.એસ.આઇ. એન.આર.પાથર ઉપસ્થિત રહ્યા હતા તથા મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહ ખાન, મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસ પટેલ અને કારોબારી સભ્ય સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા.મુન્શી આઇ.ટી.આઇ.ના 200 જેટલા તાલીમાર્થીઓ અને મહમ્મદપુરા આઇ.ટી.આઇ.ની 50 જેટલી તાલીમાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Next Story