Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ,વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ, ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતાર

X

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ભરુચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારોને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

ભરુચ નેશનલ હાઇવે ટ્રાફિકજામની સ્થિતિને પગલે પ્રખ્યાત છે પહેલા બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યા બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દિવાળી તહેવારને લઈ હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે જેને પગલે હાલ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે અંકલેશ્વર પાસે ભરુચ-સુરત ટ્રેક પર આજરોજ ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી વાહન ચાલકોએ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ ફસાઈ જવાને કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

Next Story