/connect-gujarat/media/post_banners/2738cdf4b53a4502665567d1a10b2b9400083390c594235d7c6cc1105c32c562.webp)
ભરૂચ શહેરના સ્માર્ટ બજારના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોધાવા પામી છે. જેમાં પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્માર્ટ બજાર ખાતે વાહન ચાલકો માટે અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જેમાં સૈફલ ઐયુબ પટેલે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-16-BH-2003 પાર્ક કરી ગયા હતા. આ દરમ્યાન પાર્કિંગ એરિયામાં એક તસ્કરે પ્રવેશી પોતાની પાસે રહેલી ચાવીથી અહી પાર્ક કરાયેલ તમામ બાઈકોના એક બાદ એક લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો, અને અંતે એક મોટર સાયકલનું લોક ખુલી જતાં તેની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. કામ પતાવી મોટર સાયકલ માલિકે પાર્કિંગમાં આવી જોતાં પોતાની બાઇક નજરે નહીં પડતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પાર્કિંગમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરતા મોટર સાયકલની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ થયો હોવાનું જણાયું હતું. જેના આધારે મોટર સાયકલ માલિકે ચોરીની ફરિયાદ એ’ ડિવિઝન પોલીસ મથકે નોધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.