ભરૂચ : વાગરા-સાયખા GIDC સ્થિત બોડલ કેમિકલ કંપનીમાં વૃક્ષારોપણ યોજાયું...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત બોદલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

plant Trees chemical
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત બોદલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત રાખવું જરૂરી છે, કારણ કે આધુનિકતાના આ યુગમાં, વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધવા માટે પૂરી દુનિયામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકૃતિ અને પર્યાવરણ અત્યંત જોખમી છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે, કારણ કે સલામત વાતાવરણ વિના જીવન શક્ય નથી, તેમ છતાં લોકો તેને નુકસાન પહોંચાડી રહ્યા છે, જીવનને અસર કરી રહ્યા છે તેમજ કુદરતી આફતોનું જોખમ પણ વધી રહ્યું છે. ત્યારે ઘણી સામાજીક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, ઔદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો દ્વારા આગળ આવીને પર્યાવરણને નુકસાન ન થાય તેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સાયખા જીઆઈડીસીમાં કાર્યરત બોડલ કેમિકલ્સ લિમિટેડ દ્વારા પણ નૈતિક જવાબદારીના ભાગરૂપે, પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન કરવા 2000 જેટલા વૃક્ષો કંપનીના પટાંગણમાં વાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. દરેક ઉદ્યોગકારોએ પર્યાવરણને બચાવવા અભિગમ અપનાવવો જોઈએ.
#વૃક્ષારોપણ #સાયખા #બોડલ કેમિકલ કંપની #ભરૂચ #વાગરા
Here are a few more articles:
Read the Next Article