/connect-gujarat/media/post_banners/b86194dc7b2bc400d3db23743a7a30404c2667d2478d93bfa0721d980104357f.jpg)
ભરૂચ તાલુકાના હલદર ગામમાં આદિવાસી અરજદારની જમીન પર અન્ય વ્યક્તિઓ દ્વારા કબ્જો કરાયો હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે હલદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આદિવાસી અરજદાર રણજીત વસાવાની વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે. જેના પર ખેતી કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, હવે આદિવાસી અરજદારની જમીન પર અન્ય વ્યક્તિઓ દ્વારા કબ્જો કરાયો, ઉપરાંત ગામના અન્ય વ્યક્તિઓ આદિવાસી અરજદારને આ જમીન પર ખેતીની કામગીરી નહીં કરવા દેતા હોય, અને આદિવાસી અરજદારોને અપશબ્દો બોલતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.