ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે

New Update
ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તે અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આપના આગેવાનોએ નેત્રંગ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને માર મારવારી અને ફાયરીંગ કરવાની ફરીયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ખળભરાટ મચી જવા પામ્યો છે. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસની પકડથી હાલ દૂર છે. પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ અને આપ મેદાનમાં ઉતરી દરેક તાલુકા મથકે આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં નેત્રંગ મામલતદાર કચેરીમાં ઘસી આવી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આપ-કોંગ્રેસના આગેવાનોએ અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. આ દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા, કોંગી નેતા સંદિપ માંગરોલા, યુવા આગેવાન શેરખાન પઠાણ તેમજ મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.

Latest Stories