/connect-gujarat/media/post_banners/7c2a0443d1bc8263b0193e15580acdb54ea272b15bf18eba7af98634a83cbff3.webp)
ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નવા એક્સપ્રેસ-વે ઉપર સમની-કારેલાં ગામ વચ્ચે ટ્રક અને કારનો અકસ્માત સર્જાતા મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા 36 વર્ષીય હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની ઈશિતા ભાવસાર, 6 વર્ષની 2 પુત્રી જેનિશા અને જેશિતા સહિત 64 વર્ષીય તેઓની માતા નિરુબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નં. MH-03-BS-7619 લઈ નવનિર્માણ પામેલા એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન સમની-કારેલાં ગામ વચ્ચે ટ્રક નં. RJ-05-GA-9141 સાથે કાર ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 64 વર્ષીય નિરુબેન ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને 2 બાળકીઓને ઇજાઓ પહોંચી હતી, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આમોદ પોલીસે અકસ્માતે વૃદ્ધાનું મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.