Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દહેજની ભારત રસાયણમાં લાગેલ આગમાં બે લોકોએ દમ તોડ્યો, 17 કામદારો હજુ પણ સારવાર હેઠળ

દહેજની ભારત રસાયણમાં લાગેલ આગમાં બે લોકોએ દમ તોડ્યો તો હજુ 17 જેટલા કામદારો સારવાર હેઠળ

X

ભરૂચ જિલ્લાની દહેજ ઔધોગિક વસાહતને ધણધણાવતી ભારત રસાયણ કંપનીમાં મેજર બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા કુલ 36 કામદારો પૈકી 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે..દહેજ ઔધોગિક વસાહતને ધણધણાવતી ભારત રસાયણ કંપનીમાં મંગળવારે મેજર બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા કુલ 36 કામદારો પૈકી 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બોઇલર બ્લાસ્ટને પગલે નહિ પણ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.

ભારત રસાયણ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ઇજાગ્રસ્તોમાં સુધાંશુ શેખર વામન અને કુંદનકુમાર ઝાનુ આજરોજ સારવાર દરમિયાન નિધન થતા મૃતકોના પરિજનોને કંપની દ્વારા રૂ. 15 લાખનું વળતર આપવાની હાલ જાહેરાત કરી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખી તમામ ખર્ચ પણ કંપનીએ ઉઠાવવાની જાહેરાત કરી છે. વહીવટી તત્ર દ્વારા હાલતો કંપની સામે ઉત્પાદન પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લગાવી ઇજાગ્રસ્તોના નિવેદનો સાથે તપાસ ચલાવાઇ રહી છે.

Next Story